Figure spirituelle assise sous un margousier dans la cour du temple
Prompt
શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઢોલિયા ઉપર દક્ષિણાદે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી અને ધોળો ખેસ પહેર્યો હતો અને ધોળી ચાદર ઓઢી હતી અને પીળાં પુષ્પના તોરા પાઘમાં વિરાજમાન હતા અને બે કાન ઉપર પીળાં પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને તે ગુચ્છની ઉપર ગુલાબના પુષ્પ વિરાજમાન હતા અને કંઠને વિષે પીળાં પુષ્પના હાર વિરાજમાન હતા અને જમણા હાથમાં ધોળું જે સેવતીનું પુષ્પ તેને ફેરવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેકી હતી.